મોરબી : મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકા તરીકે વિકસાવવા માટે સીમાંકનની સંકલન સમિતિમાં વિપક્ષ નેતા તરીકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને પણ સ્થાન મળે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.ટૂંક સમયમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવનાર છે. તેમાં મોરબી નગરપાલિકાના વિસ્તારને વધારીને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા સરકાર તરફથી નવા સીમાંકનો કરવામાં આવનાર છે. આ નવા સીમાંકન માટે સંકલન સમિતિમાં સરકારી અધિકારીઓ, સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ ચૂંટણીને લગતા બીજા પદાધિકારીઓનો સમાવેશ કરવામાં આવે ત્યારે તેમાં વિરોધ પક્ષના નેતા તરીકે જિલ્લા કક્ષાના પ્રમુખોને પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવે તેવી કલેકટર સમક્ષ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રજૂઆત કરી છે.