મોરબી : SGFI રમતોત્સવ 2024-25ની માળીયા તાલુકા કક્ષાની એથેલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટીબરારના 15 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી હતી.દોડમાં U14(G) (૪૦૦મી)માં ચાવડા સોનુ ચંદુલાલે દ્રિતીય નંબર, U17(G) (૪૦૦મી)માં ઉડેચા પ્રિયંકા પ્રકાશભાઈએ પ્રથમ નંબર, U17 (B) (૧૦૦મી)માં સાંગા પ્રેમ દેવાભાઈએ પ્રથમ નંબર, U19 (B) (૧૦૦ મીટર)માં સાલાણી સુનિલ દિનેશભાઈએ પ્રથમ નંબર, U19 (G) (૨૦૦મી)માં વિઠલાપરા સંતોષ ચંદુભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો.ગોળા ફેંકમાં U14(G)માં પરમાર શિવાંગી મુકેશભાઈએ પ્રથમ નંબર, U17(G)માં વાઘેલા અંજલી સંતોષભાઈએ દ્રિતીય નંબર, U17(B)માં ડાંગર ધ્રુમિત ભાવેશભાઈએ પ્રથમ નંબર, U19(B)માં ડાંગર અભય આશિષભાઈએ પ્રથમ નંબર, U19(B)માં બાલાસરા હર્ષ રમેશભાઈએ દ્રિતીય નંબર મેળવ્યો છે.લાંબી કુદમાં U14(G)માં વાઘેલા દર્શિતા કિશોરભાઈએ પ્રથમ નંબર, U14(G)માં પરમાર શિવાંગી મુકેશભાઈએ દ્રિતીય નંબર, U17(B)માં હેગલીયા અરુણ ગોવિંદભાઈએ પ્રથમ નંબર, U19(B)માં ભટ્ટી સમીર ઈસુભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે. ભાલા ફેકમાં U19(B)માં ડાંગર અભય આશિષભાઈએ પ્રથમ નંબર, ઉંચી કુદમાંU14(G)માં વાઘેલા દર્શિતા કિશોરભાઈએ દ્વિતીય નંબર, U17(B)માં ડાંગર રામ મહેશભાઈએ પ્રથમ નંબર, હથોડા ફેંકમાંU17(B)માં ડાંગર ધ્રુમિત ભાવેશભાઈએ પ્રથમ નંબર, U19(B)માં ડાંગર અભય આશિષભાઈએ પ્રથમ નંબર, U19(B)માં બાલાસરા હર્ષ રમેશભાઈએ દ્વિતીય નંબર મેળવ્યો છે.તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં જશે. વિજેતા થયેલ આ તમામ વિજેતા સ્પર્ધકોએ મોડેલ સ્કૂલ મોટીબરારનું નામ રોશન કરેલ છે. આ પ્રસંશનીય સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.