મોરબી : મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન સાથે ગૌવંશના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીના ગૌ સેવકો દ્વારા પ્રથમ તબક્કામાં 1100 ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોઈ તેવા ગૌવંશને શોધીને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. જેથી અકસ્માતો થતાં અટકે.મોરબીના શનાળા થી ટંકારા સુધી, શનાળા થી કંડલા બાયપાસ સુધી, માળિયા ફાટક થી ઢુવા સુધી, જૂના ઘૂંટુ રોડ પર, મહેન્દ્ર નગર ચોકડી થી ઘૂંટુ ગામ સુધી અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટીમાં રહેલા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી આ પ્રથમ તબક્કામાં કરવામાં આવી હતી. આગામી સમયમાં મોરબી તથા આસપાસમાં તમામ વિસ્તારમાં આ અભિયાન વેગવંતુ બનાવવાનો સંકલ્પ મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા લેવામાં આવ્યો હતો. આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવનાર તમામ ગૌ સેવકોને શહેર તથા આસપાસના વિસ્તારના લોકો પણ બિરદાવી રહ્યા છે.