મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલની બાજુમાં આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિરમાં તા.19ને સોમવારના રોજ સવારે 6 કલાકથી 2 કલાક સુધી શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન અને બપોરે 4 વાગ્યાથી અમરનાથ દર્શન ( બાબા બર્ફાની)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.