મોરબી : મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તારીખ 19 ઓગસ્ટ ને સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે રાત્રે 9-30 કલાકે મેલડી માતાજીનું આખ્યાન ભજવવામાં આવશે. જેમાં અમરેલીનું પ્રખ્યાત શ્રી મેલડી મા મંડળ દ્વારા મેલડી માતાજીનું આખ્યાન ભજવવામાં આવશે. તો સર્વે ધર્મ પ્રેમી ભક્તોને આખ્યાનનો અમૂલ્ય લ્હાવો લેવા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.