મોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટરની તૂટેલી અને ખુલ્લી કુંડીઓ જાણે મોતની રાહ જોઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે લાતી પ્લોટમાં એક રીક્ષા કુંડીમાં ફસાયા બાદ અયોધ્યાપુરી રોડ ઉપર લાતી પ્લોટ 6 નંબરના નાકે એક બોલેરો પણ કુંડીમાં ફસાયો હતો. આ કુંડીઓ મામલે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.