વાંકાનેર : ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજ કુંવરબેન મગનલાલ મહેતા કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ અને શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 16/08/24 ના રોજ સવારે 10 થી 12 કલાકે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ દેશની સરહદ પર તથા દેશની અંદર સામાજિક સુરક્ષા જાળવનાર સૈનિકો તથા ખાસ કરીને તમામ વિભાગોમાં મહિલા અધિકારીઓની રક્ષા માટે પ્રાર્થના કરી પ્રતીક રૂપે આમંત્રિત મહેમાનોને રાખડી બાંધી દરેક વિદ્યાર્થિનીઓએ રાખડી અને શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા. આ પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇન્ચાર્જ મામલતદાર પટેલ સાહેબ, પી.એસ.આઇ કાનાણી, મોરબી જિલ્લા સમાજ અધિકારી રંજનબેન મકવાણા, મોરબી સિનિયર સિટીઝન હેલ્પ લાઈનના અધિકારી રાજદીપભાઈ, વાંકાનેર મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી મહિલા કાઉન્સિલર (pbsc) તેજલબા ગઢવી, હાલ બેંગલોરમાં 29 વર્ષ થી સુબેદાર તરીકે ફરજ બજાવી રહેલા વાંકાનેરના વતની દિનેશભાઈ બાંભવા તથા વાંકાનેરની મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો કરતા દમયંતીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા, ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી તથા વહીવટી માર્ગદર્શક પુષ્કરભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યુ હતું. તથા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તમામ શિક્ષક ગણ દ્વારા કરવામાં આવી હતી.