ટંકારા : તાલુકાના નાના રામપર ગામે પ્રાથમિક શાળામાં આજે બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં 13 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં કેટલાક વિદ્યાર્થીઓએ અધિકારી અને સુરક્ષાકર્મી તરીકેની પણ ફરજ નિભાવી હતી. આ ચૂંટણી EVM simulator દ્વારા કન્ટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટથી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રકિયાથી વાકેફ થાય તે હેતુસર સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભૂમિતભાઈ વાજા તથા આચાર્ય મનિષભાઈ વડગાસિયા દ્વારા તમામ માર્ગદર્શન સાથે જરૂરી વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી.