મોરબી : તાજેતરમાં S.G.I.F. દ્વારા જિલ્લા કક્ષાની બેડમીન્ટન સ્પર્ધાનું આયોજન A1 સ્પોર્ટસ એકેડમી મોરબી ખાતે કરવામાં આવતું હતું. જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લગભગ બધીજ શ્રેણીમાં બાજી મારી રાજ્ય કક્ષાએ રમવા માટે સ્થાન મેળવેલ છે.જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની U-14 બહેનોમાં સલોની જોષી પ્રથમ, વેદાંશી આચાર્ય બીજા, નિત્યા વરમોરા ત્રીજા, આસ્થાબા ઝાલા ચોથા નંબર તથા U-17 બહેનોમાં મેઘા પટેલ ત્રીજા, કાવ્યા કલોલા ચોથા નંબર તથા U-14 ભાઈઓમાં કહાન ઝાલરીયા પ્રથમ , કલ્પ આદ્રોજા બીજા, ક્રીશીલ પનારા ત્રીજા, વેદાંત ચૌધરી ચોથા, નંદ ઠક્કર પાંચમા નંબર તથા U-17 હેત બાવરવા પ્રથમ નંબર તથા U-19 જિલ અગોલા પ્રથમ, સ્વયંમ સિદ્ધપુરા બીજા, શુભમ ભાડજા ત્રીજા નંબરે આવેલ છે, તથા આવનારા સમયમાં રાજય કક્ષાએ રમવા માટેની તૈયારી કરી રહ્યા છે.વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, માતા-પિતા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સીપલ , સર્વે શિક્ષકગણ તેમજ સંપૂર્ણ શાળા પરીવાર તરફથી બધાજ વિદ્યાથીઓને આશીર્વાદ, શુભકામનાઓ અને અભિનંદન પાઠવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.