મોરબી : એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત તા.18ને રવિવારના રોજ સવારે 10 કલાકે રવાપરમાં ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા પાસે ન્યુ વોટર સંપ ખાતે માનવ અધિકાર એવમ સામાજીક ન્યાય આયોગ અને રવાપર ગામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણનો ક્રાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં મોહનભાઇ કુંડારીયા- પુર્વ સાંસદ, દુર્લભજીભાઇ દેથરીયા-ધારાસભ્ય ટંકારા-પડધરી, જયંતીભાઈ જે. પટેલ - પ્રમુખ પટેલ કડવા પાટીદાર વિદ્યાર્થીભુવન, જીવરાજબાપા લિખીયા-પર્યાવરણ પ્રેમી, નિતીનભાઈ ભટાસણા- સરપંચ રવાપર, જીવરાજભાઈ મગનભાઈ ગઢિયા- સામાજીક કાર્યકર ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પધારવા માનવ અધિકાર એવમ સામાજિક ન્યાય આયોગના રાજેશભાઈ વિડજા - જિલ્લા અધ્યક્ષ, કાંતીભાઈ દેત્રોજા - મહામંત્રી જિલ્લા, કાર્તિક કાલરીયા - ઉપાધ્યક્ષ, રાજેશભાઈ કાંજીયા - સંગઠન મંત્રી, અમિતભાઈ ઠોરિયા - પ્રભારી, જતીનભાઈ ચાંપણી- મંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે.