મોરબી : પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પગલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આરોપીઓને ઝડપીને કડક સજા કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં આજ રોજ મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી પ્રભાબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.