મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા તારીખ 18 ઓગસ્ટ ને રવિવારના રોજ સમૂહ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વાંકાનેર દરવાજા પાસે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ 18 ઓગસ્ટે સવારે 6-30 કલાકેથી સમૂહ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે બીડું હોમવામાં આવશે અને ત્યારબાદ 1 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે પ્રખર જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય તથા સાહિત્યાચાર્ય વિપુલભાઈ પી. શુક્લ બિરાજશે. તો આ ભવ્ય હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞમાં પધારવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.