જુગારધામમાં જુગાર રમતા 13 આરોપીઓ રોકડા રૂપિયા 1,03,500 સાથે પકડાયા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર નવા બનતા એપાર્ટમેન્ટમાં જુગારધામ શરૂ થયાની બાતમીને આધારે દરોડો પાડી 13 જુગારીઓને જુગારની મજા માણતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,03,500 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પંચાસર રોડ ઉપર નવા બનતા એપાર્ટમેન્ટમાં જુગારધામ શરૂ થયાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી કેવલ મનસુખભાઇ ભોરણીયા, ધરમશીભાઈ હરિભાઈ કાવર, પ્રભુભાઈ મગનભાઈ આદ્રોજા, રમેશભાઈ કુંવરજીભાઇ ઓગણજાં, જગદીશભાઈ હરિલાલ કલોલા, વલમજી મોહનભાઈ માકાસણા, જ્યંતિભાઈ છગનભાઇ પડસુમ્બીયા,ચંદુલાલ રતનશીભાઈ ગામી, નાગજીભાઈ છગનભાઇ દાવા, દેવદાનભાઈ મોમૈયાભાઈ કુમ્ભારવાડીયા, કાનજીભાઈ રામજીભાઈ ભીમાણી, આપાભાઈ લક્ષ્મણભાઇ ચાવડા અને મનસુખભાઇ નરશીભાઈ ભાડજાને રોકડા રૂપિયા 1,03,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.