ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલ ન્યુ ઈમેજ સ્પા ના મૂળ મહારાષ્ટ્રના સંચાલક એવા આરોપી અમૃતકુમાર ધનંજય મેસ્કાએ પોતાના સ્પામાં કામ કરતા કર્મચારીઓના નામ સરનામાં સહિતની વિગતો પોલીસ સમક્ષ જાહેર ન કરી નોંધણી ન કરાવતા ટંકારા પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.