મોરબીના મોલાઈ રાજા સાહેબ દરગાહ ખાતે ધ્વજવંદન કરી ઉજવણી કરાઈમોરબી : મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા મોરબીના મોલાઈ રાજા સાહેબ દરગાહ ખાતે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરી ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો.આ પ્રસંગે સુરતથી આશરે 75 વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મદ્રાસા યુસુફીયા આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજા, હેલ્થ હાઈજીનીંગ કમિટીના ચેરમેન આશીફભાઈ ઘાંચી, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ આયોજન સૈફી જમાત કમેટી મદ્રાસા કમેટી દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ આયોજન મોલાઈ રાજા સાહેબ દરગાહના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.