મોરબી : 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબીની E Zone સ્કૂલમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને ઇન્ડિયન લિયો ક્લબ મોરબી દ્વારા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા અને લિયો પ્રેસિડન્ટ એન્જલબા ઝાલાના હસ્તે ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં E Zone સ્કૂલના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને વિવિધ હરીફાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈઓમાં ઇનામો ક્લબ તરફથી આપવામાં આવ્યા હતા. દરેક વિજેતાને ક્લબના નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પ્રિન્સિપાલ પિયુષ સર અને રાધિકા મેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી હતી.