ઓપીડી સેવા બંધ રાખી આરોપીઓને ફાંસીની સજા આપવા માંગહળવદ : પશ્ચિમ બંગાળમાં આવેલ કલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે.ત્યારે આજે હળવદ ખાતે ડોક્ટરોએ વિરોધ દર્શાવી ઓપીડી સેવા બંધ રાખી રેલી યોજી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.હળવદ ડોક્ટર એસોસિએશન દ્વારા અપાયેલ આવેદનપત્રમા જણાવ્યું હતું કે કલકત્તા ખાતે અર.જી.કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મહિલા તબિયત સાથે હીચકારૂ કૃત્ય આચાર્ય બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી તે ઘણી દુઃખદ બાબત છે.તો આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ફાસીની સજા મળે તેવી સૌની માંગ છે.