બહેનને સામન્ય ઈજા : એકના એક દિકરાના મોતથી પરિવાર શોકમગ્નહળવદ : હળવદ શહેરના સરા રોડ પર સ્કૂલોથી પરત પોતાના ગામ ઘનશ્યામપુર જઈ રહેલ ભાઈ-બહેનને ટ્રેક્ટર ચાલાકે પાછળની ટ્રોલીથી અડફેટે લેતા બહેનની નજર સામે જ નાના ભાઈનું મોત નીપજ્યું હતું.જ્યારે બહેનને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ભાવેશભાઈ જોશીની દીકરી ભૂમિ અને દીકરો ખુશાલ હળવદ અભ્યાસ કરતા હોય જેથી રાબેતા મુજબ સવારે ઘરેથી સ્કૂલે આવવા માટે નીકળ્યા હતા અને આજે બપોરે સ્કૂલેથી પરત પોતાના ગામ ઘનશ્યામપુર જઈ રહ્યા હતા.ત્યારે સરા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ભૂમિ અને ખુશાલ પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ પાછળથી આવી રહેલ ટ્રેક્ટર ચાલકે ટ્રોલીથી અડફેટે લેતા ખુશાલભાઈ ભાવેશભાઈ જોશી ઉમર વર્ષ 13નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે ભૂમિબેન ભાવેશભાઈને સામાન્ય ઇજા પહોંચતા તેને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી.