આઈએમએ સાથે જોડાયેલ તમામ હોસ્પિટલ અને ક્લિનિક બંધ રહેશે : ઇમરજન્સી સેવાઓ ચાલુ રખાશેમોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલ મોરબીની તમામ હોસ્પિટલ અને ક્લિનિકો પણ તા.17એ સવારે 6:00 કલાકથી તા. 18એ સવારે 6:00 કલાક સુધી બંધ રહેશે.નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આર.જી. કાર સરકારી હોસ્પિટલમાં એક મહિલા ડોકટર પર આવારા તત્વો દ્વારા સામૂહીક બળાત્કાર, બાદમાં તેમની હત્યા,અને ત્યાર બાદ તેના પુરાવાઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં દેશભરમાં બધા ડોકટર્સ-તારીખ 17-08-2024 સવારે 6:00 કલાકથી તારીખ 18-08-2024 સવારે 6:00 કલાક સુધી OPD સેવાઓ બંધ રાખશે. જેના સપોર્ટમાં મોરબી મોરબીની તમામ હોસ્પિટલ અને ક્લિનિકો પણ બંધ રહેશે. પરંતુ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ચાલુ રહેશે.