મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના આરોપીનું મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ વોરંટ ઈશ્યુ કર્યું હોય મોરબી ક્રાઈમ બ્રાંચે આરોપીને પકડીને પાસા હેઠળ ડીટેઈન કરીને જેલ હવાલે કર્યો છે.પ્રોહિબિશનના ગુનાનો આરોપી રમેશ પટણી (ઉં.વ. 37, રહે. નવા ચિત્રોડ, તા. રાપર, જિ. કચ્છ)ને આજે 17 ઓગસ્ટે મોરબી ક્રાઈમ બ્રાંચે પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.