મોરબી : મોરબીના લાતી પ્લોટમાં થોડા એવા વરસાદે મુશ્કેલીઓનો પાર રહેતો નથી. તેવામાં આજે થોડું પાણી ભરાયું હોય જેના કારણે ભૂગર્ભ ગટરની કુંડીમાં એક સીએનજી રીક્ષા ફસાઈ ગઈ હતી. ડ્રાઇવર અને સ્થાનિકોના અનેક પ્રયાસો છતાં આ રીક્ષા તેમાંથી નીકળી શકી ન હતી.