મોરબી : મોરબી શહેરમાં નરસંગ ટેકરી પાસે આવેલ ટીન એપાર્ટમેન્ટમાં રહેતા અને કાર સાફ કરવાનો વ્યવસાય કરતા કન્નભાઈ જેવડેભાઈ કામી ઉ.38 નામના નેપાળી યુવાનને છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક તકલીફ હોય માનસિક બીમારીને કારણે આવેશમાં આવી જઈ ગઈકાલે અવની ચોકડી પાસે આવેલ ચામુંડા ટી સ્ટોલ નામની ચાની કેબિનના છાપરામા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.