વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ઢુંવા નજીક આવેલ સીરામીક ફેક્ટરીની ઓફિસમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા છ જુગારીઓને જુગારની મજા માણતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે ઢુંવા નજીક આવેલ રેઈનબો સીરામીક ફેક્ટરીની ઓફિસમાં દરોડો પાડી આરોપી મોહનભાઇ લખમણભાઇ ભલસોડ, રહે.મોરબી,સામાકાંઠે, ગીતાપાર્ક સોસાયટી, મોરબી, હષૅદભાઇ ઓઘળભાઇ ડાભી,રહે.નવા ઢુવા, તા.વાંકાનેર, રાજુભાઇ વીરમભાઇ અણીયારીયા, રહે.નવા ઢુવા તા.વાંકાનેર, પ્રતાપભાઇ ગગજીભાઇ રાઠોડ, રહે.જુના ઢુવા, રાજેશભાઇ માવજીભાઇ ચનીયારા, રહે.મોરબી,ગજાનંદ સોસયાટી,કેનાલ રોડ,મોરબી અને રાકેશભાઇ જયંતીભાઇ એરવાળીયા, રહે.મોરબી,રવાપર રોડ,વર્ધમાન એપાર્ટમન્ટ,લીલાપર રોડ મોરબીવાળાને રોકડા રૂપિયા 32,400 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.