ગેનીબેન ઠાકોર, ચંદુભાઈ સિહોરા અને લવિંગજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ઠાકોર એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજનહળવદ : હળવદમાં શ્રી ઠાકોર એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ દ્વારા હળવદ અને ધાંગધ્રાના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ તાજેતરમાં વિવિધ ગવર્મેન્ટ નોકરીઓમાં જોડાયેલ સમાજના યુવાનો-યુવતીઓને સન્માનિત કરાયા હતા.સાથે જ નવ નિયુક્ત સાંસદ ગેનીબેન અને ચંદુભાઈનુ સન્માન કરાયું હતું.હળવદ શહેરમાં આવેલ સરસ્વતી શિશુ મંદિરના સાંસ્કૃતિક હોલમાં હળવદ અને ધાંગધ્રાના ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સરકારી વિભાગમાં નવનિયુક્ત જોડાયેલા યુવકો અને યુવતીઓ સહિત 115ને સિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. સાથે જ સાંસદ ચંદુભાઈ સિહોરા, ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું સન્માન કરાયું હતું. આ તકે હાજર આગેવાનો દ્વારા શિક્ષણને લઇ જ્ઞાતિ બંધુઓને વિશેષ માર્ગદર્શન આપવાની સાથે જરૂર પડ્યે સાથે હોવાનો કોલ આપ્યો હતો. તેમજ રાત્રિના લોક ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ ઝિંઝુવાડીયા, શંકરભાઈ વેગડ, છત્રસિંહ ગુજારીયા, મેરાભાઈ વિઠલાપરા, ભરતભાઈ ગણેશિયા સહિતનાઓ હાજર રહ્યા હતા.