ગેરહાજર શુ કામ રહ્યા ? તેનો અધિકારીઓ પાસેથી ખુલાસો મંગાયોમોરબી : મોરબીમાં સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં 5 અધિકારીઓ ગેરહાજર રહ્યા હોય જિલ્લા કલેકટરે આ તમામને નોટિસ ફટકારી છે. જેમાં ગેરહાજર શુ કામ રહ્યા હતા? તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.15 ઓગસ્ટ 2024 ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી કર્મચારીઓને ફરજિયાત હાજર રહેવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લા રજિસ્ટ્રાર, કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ), બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.કાર્યક્રમમાં ગેરહાજર રહેલ અધિકારીઓને જિલ્લા કલેકટર દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહેલ તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.