આવતીકાલે અમદાવાદના 90, મોરબીના 36 સહીત 9 જિલ્લાના શરણાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશેમોરબી : દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના 188 હિન્દુ શરણાર્થીઓને આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે, જેમાં અમદાવાદના 90, મોરબીના 36, રાજકોટના 6 સહીત 9 જિલ્લાના શરણાર્થીઓનો સમાવેશ થાય છે.આજરોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પાડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેવા 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના 90, મોરબી જિલ્લાના 36,સુરેન્દ્રનગર જિલ્લાનાં 19, પાટણના 18, વડોદરાના 3, રાજકોટના 6, મહેસાણાના 10, કચ્છના 3 અને આણંદના બે વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પ્રમાણપત્રોનું વિતરણ સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) ના અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નિર્ણાયક પગલું સાબિત થશે.ઉલ્લેખનીય છે કે, મોરબી શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં પાકિસ્તાનમાં દમનનો ભોગ બનેલા હિન્દૂ શરણાર્થીઓ વસવાટ કરે છે, સીએએ લાગુ થયા બાદ લાંબા સમયથી ભારતીય નાગરિકત્વ મેળવવા ઇન્તઝાર કરી રહેલા નાગરિકોમાં આશાનું કિરણ જાગ્યું છે, હાલમાં મોરબીના પીપળી, આનંદનગર, વજેપર, રંગપર બેલા, માળીયા મિયાણા તાલુકાના વવાણીયા સહિતના ગામોમાં પાકિસ્તાથી આવેલા હિન્દૂ શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે, આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી જતા હવે તેમના બાળકોના અભ્યાસ સહિતના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવી શકશે.