મોરબી : જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ તારીખ 16-8-2024ના રોજ રફાળેશ્વર અમાસ મેળા 2024 માટે જાહેર હરરાજી રફાળેશ્વર મેળા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં વડી કચેરીની સૂચના અનુસાર વહીવટી કારણોસર આ હરરાજીની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે.ત્યારે હવે હરરાજીની આ કાર્યવાહી આવતી કાલ તારીખ 17-8-2024ના રોજ રફાળેશ્વર મેળા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે જાહેર યોજવામાં આવશે. જેની તમામ રસધારકો અને પ્રજાજનોએ નોંધ લેવા જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચની યાદીમાં અને જાહેર નોટીસથી જણાવવામાં આવ્યું છે.