મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ ઐતિહાસિક એવા કુબેરનાથ મહાદેવ મંદિરમાં ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે કુબેરનાથ દાદાની મંગળા આરતી, રુદ્ર અભિષેક તેમજ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પદે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મંદિરના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવેલ હતું. જેમાં ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ અને મંદિરના શિખર ઉપર ચારે દિશામાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર ભક્તિના ગીતો વગાડવામાં આવેલ જેના થકી ભક્તજનોના હૃદયમાં શિવ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ ઉજાગર કરવામાં આવી હતી. તેમ મહંત ગુલાબગીરીની યાદીમાં જણાવાયું છે.