મોટાભાઈને આરોપી સાથે બેસવાની ના પાડતા બનેલો બનાવમોરબી : માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે પોતાના મોટાભાઈને આરોપી સાથે બેસવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી આરોપીએ ઢીકા પાટુનો માર મારી હોઠ ઉપર કડલું ફટકારી દેતા હોઠમાં ટાકા લેવા પડયા હતા. ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા ફરિયાદી કારુભાઈ હમીરભાઈ ચાવડાએ પોતાના મોટાભાઈને આરોપી રૂપાભાઈ મેપાભાઈ ખિટ સાથે બેસવાની ના પાડી હોય એ બાબતનો ખાર રાખી આરોપી રૂપાભાઈએ કારુભાઈ સાથે ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી હોઠ ઉપર હાથમાં પહેરેલું કડલું ફટકારી દેતા હોઠમાં ટાકા લેવા પડયા હતા. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.