મોરબી : મચ્છુ જળ હોનારતમાં મુત્યુ પામનાર દિવંગતોની આત્માના મોક્ષાર્થે પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર, સાગર કડીવાર, અલ્પેશ ઉધરેજા અને શૈલેષ ભોજાણી દ્વારા કીડીયારું પૂરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત તેમના દ્વારા રંગોળી દોરીને વૃક્ષો વાવો અને ઉછેરો, કપાતા બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા તથા આપણી સંસ્કૃતિના મૂલ્યોને જાળવીયે અને તમે પણ જરૂર પુરજો કીડીયારું અંતર્ગત 51 નાળીયેરમાં કીડીયારું ભરીને 51 અલગ-અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી દાટી અને બાવળ, બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે.