ગોકુલનગર નજીક 11 પુરુષ અને મહિલાઓએ હુમલો કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદમોરબી : મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રસ્તાના જુના ઝઘડામાં મોરબી નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ભાજપના કાર્યાલયમંત્રી ઉપર 11 મહિલાઓ અને પુરુષોએ એક સંપ કરી લાકડી, ઢીકાપાટુ અને ઊંધો કુહાડો મારી ઈજાઓ પહોંચાડતા નગરસેવક જીવ બચાવી નીકળી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તમામ 11 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય રોહિતભાઈ શાંતિભાઈ કણઝારિયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ગોકુલનગર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગારો કીચડ હોય અને જેસીબીથી કામ ચાલતું હોય આ બાબતે પૂછતાં આરોપી તરીકે હંસરાજ શામજીભાઈ, રતીલાલ કેશવજી ડાભી,દીનેશ શામજીભાઇ,સુરેશ છગનભાઇ, કેશા ભીમાભાઈ ડાભી, સંજય છગનભાઈ ડાભી, પ્રવીણભાઈ કેશવજીભાઇ ડાભી, મુક્તાબેન છગનભાઈ, લીલીબેન કેશવજીભાઈ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી તથા કિરણબેન રતીલાલ ડાભી તમામ આરોપીઓ આવી ગયા હતા અને એકસંપ કરી લાકડી તથા ઢીકાપાટુનો માર મારવાની સાથે ઊંધા કુવાડાના ઘા મારી ઇજા પહોંચાડી હતી. વધુમાં આરોપીઓ સાથે રસ્તા બાબતે અગાઉ ઝઘડો થયો હોય આ હુમલો કરાયાનું જણાવ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.