મોરબી : વરીયા પ્રજાપતિ જ્ઞાતિના ભાઈઓ દ્વારા દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે ત્રણ દિવસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 31 ઓગસ્ટ ને શનિવારે તેરસ થી 2 સપ્ટેમ્બર ને સોમવાર અમાસ સુધી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ભંડારામાં પધારી પ્રસાદનો લાભ લેવા દરેક જ્ઞાતિજનો તથા ભક્તજનોને વરીયા પ્રજાપતિ જ્ઞાતિના ભાઈઓ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.