મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં અંબે ફાર્મા કંપની નજીક ગત તા.12 ઓગસ્ટના રોજ પગપાળા જઈ રહેલા મૂળ બિહારના વતની અને હાલમાં અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રહેતા મોહનકુમાર રાજેન્દ્રભાઇ શર્મા ઉ.44ને ટ્રક ડમ્પર નંબર જીજે - 12 - એઝેડ - 9257 નંબરના ચાલકે હડફેટે લઈ ડમ્પરનું આગળનું વ્હીલ પગ ઉપર ચડાવી દઈ કચડી નાસી જતા મોહનકુમારનો ડાબો પગ ઘૂંટણ નીચેથી કાપવો પડ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.