મોરબી : મોરબીના ગોકુલનગર નજીક રીક્ષા લઈને જતા યુવાનને બે શખ્સોએ હાથ ઊંચો કરી રીક્ષા ઉભી રાખવાનું કહેતા આ યુવાનને ઉતાવળ હોય રીક્ષા ઉભી નહિ રાખતા બન્ને શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોકુલનગરમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઇ કણઝારીયા રીક્ષા લઈને જતા હતા ત્યારે ગોકુલનગર પાસે આરોપી અર્જુન સલાટ રહે. દલવાડી સર્કલ પાસે અને સચિન દેગામાં નામના શખ્સોએ હાથ ઉચો કરી રીક્ષા ઉભી રાખવાનું કહ્યું હતું. જો કે પ્રવીણભાઈને ઉતાવળ હોય રીક્ષા ઉભી ન રાખતા પાછળ આવી બન્ને આરોપીઓએ લાકડી વડે તેમજ ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડતા બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.