મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.\વેરાવળ સ્ટેશન થી 09.09.2024 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વાયા ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર ને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે.એ જ રીતે જબલપુર થી 26.08.2024, 30.08.2024, 02.09.2024, 06.09.2024, 09.09.2024 અને 13.09.2024 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ ને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને દોડશે.રેલવે તંત્ર મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે મુસાફરો આ ટ્રેનના સંચાલન સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.