મોરબી : આજરોજ 15મી ઓગસ્ટે મોરબી નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેકટર- હળવદ ડી.વી. ડોબરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, નગરપાલિકાના કર્મચારીઓ, હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા.