સિવિલ કોર્ટમાં ચુકાદો ફરિયાદીની તરફેણમાં આવવાની શક્યતા જોતા હુમલો કરાયાની ફરિયાદટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે ખેતીની જમીન મામલે કૌટુંબિક સભ્યો વચ્ચે કાનૂની તકરારમાં ચુકાદો સામાવાળાપક્ષની તરફેણમાં આવે તેવી શકયતા જોતા કૌટુંબિક સભ્યોએ ઘર ઉપર પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા ફિરોજભાઈ હુસેનભાઈ આગરિયાએ આરોપી નૂરમામદ ભૂરાભાઇ આગરિયા, સીરાજ નૂરમામદભાઈ આગરિયા રહે.બજરંગવાડી રાજકોટ, રમઝાન ઉર્ફે વાલો હારુનભાઈ ઉઠમણા અને બિલાલ દિલાવરભાઈ ઉઠમણા રહે.રાજકોટ દૂધની ડેરી પાસે વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી નૂરમામદ પાસે ફરિયાદીની જમીન હોય જે જમીન પરત આપી દેવાનું કહેતા આરોપીને સારું નહિ લાગતા કોર્ટમાં કેસ કર્યો હતો જેમા ચુકાદો ફરિયાદી તરફે આવે તેમ લાગતા આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી ફિરોજભાઈના ઘર ઉપર પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.