વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરાયુંમોરબી : મોરબીમાં આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જ્યાં મોરબીના કલેકટર કે. બી. ઝવેરીના હસ્તે નાસ્તા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને પોલીસના વિવિધ પ્લાટુન દ્વારા પરેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ અને મહિલા પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી.આ તકે સરકારી અને ખાનગી શાળાના બાળકો દ્વારા જુદા જુદા વેશભૂષા સાથે દેશભક્તિના ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. મોરબીના વિવિધ પોલીસ સ્ટેશન અને વહીવટી કચેરીઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં નંબર પ્રાપ્ત કરનાર રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ડીડીઓ, એસપી રાહુલ ત્રિપાઠી સહીત તમામ વિભાગોના કર્મચારીઓ, અધિકારીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.\