મોરબી : મોરબી જિલ્લા કક્ષાનો ૭૫ મો વન મહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ પંચમુખી હનુમાન, વેજીટેબલ રોડ, મોરબી-ર ખાતે એક પેડ, માઁ કે નામનાં સૂત્ર સાથે તા.૧૬ને શુક્રવારના રોજ યોજાશે. જેમાં અધ્યક્ષ તરીકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પુનમબેન માડમ, વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા સહિતના ઉપસ્થિત રહેશે.