મોરબી : મોરબીના હરિપર કેરાળા નજીક આવેલ નેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં કામ કરતા અને ભરતનગર ખાતે રહેતા અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ ઉ.31 નામના યુવાનનું માથું લિફ્ટમાં આવી જતા પ્રથમ ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.