પાંચ શખ્સોએ વાડી મલિક સહિતના ત્રણ ઉપર હુમલો કર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં રસ્તા ઉપર તેમજ વાડીના શેઢે રેતીના ઢગલા કરનાર શખ્સોને રેતીના ઢગલા ઉપાડી લેવાનું કહેતા પાંચ શખ્સોએ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે તરકિયા ગામે રહેતા અશોકભાઈ અરજણભાઇ ડાભીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી (૧) જગા વજુ ભરવાડ (૨) સંજય ભના ભરવાડ (૩) નાથા વાઘા ભરવાડ (૪) ચેતા વજુ ભરવાડ (૫) હાથી ખીમા ભરવાડ રહે બધા. તરકીયા વાળાઓએ ફરિયાદી અશોકભાઈની વાડીના શેઢે તેમજ રસ્તામાં રેતીના ઢગલા કર્યા હોય તે ઢગલા ઉપાડી લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલ આરોપીઓએ હુમલો કર્યો હતો અને વચ્ચે પડેલા સાહેદ વિજયભાઈ અને હરેશભાઈને પણ લાકડાના ધોકા મારી ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.