આજે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો કચ્છના dysp અને રાજકોટના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળતા કે.એચ.ગોહિલને સ્વતંત્રતા દિવસ 2024ના અવસરે શ્રેષ્ઠ સર્વિસ બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ મોરબીમાં એ.સી.બી. પી.આઈ. તરીકે ફરજ બજાવી ચુક્યા છે. કે.એચ.ગોહિલને મેડલ મળતાં મોરબી પોલીસ બેડા દ્વારા તેઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.