ટંકારા : ટંકારા પોલીસ દ્વારા જોધપર ઝાલા ગામેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 82 કીમત રૂ. 27,880નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર, ટંકારા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે જોધપર ઝાલા ગામે આરોપી જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલાના રહેણાંક મકાને રેઇડ કરી હતી તે દરમ્યાન ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ 82 નંગ રૂ. 27,880નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ આરોપી જયપાલસિંહ ઘરે હાજર ન મળતા પ્રોહીબિશન ધારા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.