મોરબી : આવતીકાલે સ્વતંત્રતા પર્વ છે ત્યારે આજે મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘરે અને કામના સ્થળોએ તિરંગો ફરકે તેવા હેતુ સાથે અજય લોરિયા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આજે 14 ઓગસ્ટે 17500 જેટલા તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.આ પ્રસંગે અજયભાઈ લોરીયાએ મોરબી અપડેટ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિ જગાડવા માટે છેલ્લા પાંચ વર્ષથી હું અને મારું સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રિ દ્વારા તિરંગા વિતરણ કરીએ છીએ. મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટ પાસે અને રવાપર ચોકડી પર પાંચ વર્ષથી વિનામૂલ્યે સ્ટેન્ડ સાથે તિરંગાનું વિતરણ કરીએ છીએ. આ તિરંગા વિતરણ આજે સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે.