વાંકાનેર : વાંકાનેર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા 'હર ઘર તિરંગા' અંતર્ગત આવતીકાલે તા.14ના રોજ સવારે 10:30 કલાકે ટાઉનહોલથી માર્કેટચોક, પ્રતાપ ચોક, દરબારગઢ રોડ, ચાવડીચોક, ગ્રીનચોક, પ્રતાપરોડ, કુંભારપરા આંબેડકર સ્ટેચ્યુ, દિવાનપરા સ્ટેચ્યુથી ટાઉનહોલ સુધી તિરંગા યાત્રા / પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા / પરેડમાં ધારાસભ્ય તથા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નગરજનોને પણ યાત્રામાં જોડાવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.