મોરબી : આજ રોજ તારીખ 14 ઓગસ્ટે રોટરી ક્લબ ઓફ મોરબીના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 7-30 કલાકેથી મોરબીના મયુર જીમખાના ખાતે રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ, સેક્રેટરી સહિતના બોર્ડ ઓફ ડાયરેક્ટરનો વર્ષ 2024-25 માટેનો પદગ્રહણ સમારોહ યોજાશે. જમાં કિશોરસિંહ જાડેજા પ્રમુખ તરીકે, ભરતભાઈ બદ્રકિયા સેક્રેટરી તરીકે અને અન્ય બોર્ડ ઓફ ડાયરેક્ટર શપથ ગ્રહણ કરશે. કાર્યક્રમ બાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.