યોગીનગર અને વિજયનગરમાં અપમૃત્યુના બે બનાવમોરબી : મોરબી શહેરના યોગીનગરમાં રહેતા વૃધ્ધાએ ફિનાઈલ ગટગટાવી લઈ મોત વ્હાલું કર્યું હતું તો વિજયનગરમાં રહેતા યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા શહેરમાં અપમૃત્યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.પ્રથમ બનાવમાં મોરબીના યોગીનગર સોસાયટીમાં રહેતા વીનૂબેન મગનભાઈ સીચણાંદા ઉ.64 નામના વૃધ્ધાએ પોતાના ઘરે કોઈ કારણોસર ફીનાઈલ પી જતા પ્રાથમીક સારવાર અર્થે આયુષ હોસ્પીટલ મોરબી ખાતે સારવાર અર્થે દાખલ થયેલ હોય બાદમા વધુ સારવાર અર્થે સ.હો.મોરબી ખાતે લાવતા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.જયારે બીજા બનાવમાં મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલ વિજયનગરમાં રહેતા અશોકભાઇ પુનાભાઇ મકવાણા ઉ.42નામના યુવાને પોતાના ઘેર ગળે ફાંસો ખાઇ જતા મરણ ગયેલ હાલતમા તેમના સબંધીઓ સિવિલ હોસ્પિટલે લાવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અપમૃત્યુના બન્ને કિસ્સામાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.