કામકાજ બાબતે માતા- પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતીમોરબી : તારીખ 13-8-2024નાં રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે, મોરબી નીચી માંડલ ગામે એક કેનાલ પાસે એક પીડિત યુવતી છેલ્લા 16 કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે. તે ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ કિશોરી સાચું કહેતી નથી. કિશોરી ચિંતામાં છે તેની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.જેના પગલે 181 અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. કિશોરીને ત્યાંના લોકોએ એક વાડીમાં સુરક્ષિત રીતે બેસાડી અને જમાડી હતી. 181 અભયમ ટીમે કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી બેનને સાંત્વના આપી મોટીવેટ કરી હતી. કિશોરીને તેમના ઘરનું સરનામું અને રસ્તો પણ યાદ ન હતો. ઘણા પ્રયત્નો બાદ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેણીએ જણાવ્યું કે, તેમના માતા-પિતા અને એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે એક કંપનીમાં મજૂરી કામ કરે છે. ત્યારબાદ કિશોરીએ જણાવ્યું કે, કામકાજ બાબતે તેમના માતા-પિતા ખીજાતા હતાં અને ઢોરમાર મારતાં હતાં.કિશોરીને તેના માતા પિતા નાની-નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હતા અને મારઝૂડ કરતાં તેમજ કિશોરી સાથે ગેરવર્તન કરતા હતા અને અપશબ્દો બોલતા હતા. માટે કિશોરી કંટાળીને છેલ્લા સોળ કલાકથી ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના વહેલી સવારે 5 વાગ્યે ચાલતાં ચાલતાં એક કેનાલ પાસે પહોંચી હતી. કિશોરીના માતા-પિતા ઉંચા કોટડા નૈવેદ્ય કરવા ગયા હતા. માટે કિશોરી ઘરે એકલી હતી તેથી અંધારામાં નીકળી ગઈ હતી. ત્યારબાદ 181 ટીમે કિશોરીને આશ્વાસન આપી તેમજ આવી રીતના ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે સમજાવી હતી.ત્યારબાદ તેમના માતા-પિતા અને જે કંપનીમાં કામ કરતા હતા તે કંપની નું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગ્યા હતા. પુરાવા યોગ્ય લાગતા તેમના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરી. અને તેમની કંપનીમાં ગયેલા બાદમાં કિશોરીએ જણાવ્યું કે, મારા માતા પિતા માટી ખાતામાં મજૂરી કામ કરે છે. કિશોરીનાં પરિવારે જણાવેલ કે વહેલી સવારની છેલ્લા 16 કલાકથી અમારી જાણ બહાર તેમની દીકરી કહ્યા વગર નીકળી ગયેલ તેમણે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દીકરી મળેલ નહીં.ત્યારબાદ 181 ટીમે સલાહ સુચન અને માર્ગદર્શન આપી તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી તેમજ દીકરી સાથે મારઝૂડ ન કરવા અને અયોગ્ય વર્તન ન કરવા તેમજ દીકરીને શિક્ષણ આપવા બાબતે તેમના માતા-પિતાને સમજાવ્યા. તેમજ કિશોરીનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આમ કિશોરી એ ઘરની બહાર ક્યારેય ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો અને રાજીખુશીથી તેમના માતા પિતા સાથે જવાનું કહેલ કિશોરીનાં પરિવાર જનોએ તેમની દીકરીને સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો.