મોરબી : મોરબીમાં ઠેર-ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં આવતીકાલે તારીખ 15-8-2024 ને ગુરુવારના રોજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા બપોરે 11 કલાકે વિકાસ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવવામાં આવશે અને ત્યારબાદ ત્રિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાશે.