વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી અમઝાન ઉર્ફે પિન્ટુ સમા રહે.કોટડા નાયાણી , ઉમરભાઈ આદમભાઇ ચાનિયા, ઈમ્તિયાઝ જુસબભાઇ સમુરા, અનવરભાઈ હાજીભાઇ સુમરા, રહે. ત્રણેય રાજકોટ અને ગિરિરાજસિંહ શક્તિસિંહ જાડેજા રહે.કોટડા નાયાણી વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 11,390 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.આ સફળ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.કે.સોધમ, કોન્સ્ટેબલ ચમનભાઈ સોલંકી, લોકરક્ષક કિશનભાઇ મેર તથા પિયુષભાઇ શ્રીમાળીએ કરી હતી.